થાઇરોઇડ હોર્મોનની સામાન્ય જાણકારી - ડૉ . જીમીત વડગામા ધ્વારા .....
નમસ્કાર મિત્રો, હુ ડો. જીમીત વડગામા , સુરત મા ડાયાબિટીસ ,થાયરોઇડ અને હોર્મોન ના નિષ્ણાંત તરીકે પ્રેકટીસ કરું છું. આપણું શરીર અંતઃસ્ત્રાવ કે હોર્મોન્સ તરીકે ઓળખાતી જટિલ સિસ્ટમ ધરાવે છે. જેમાં ડાયાબિટીસ અને થાયરોઇડ જેવા કોમન રોગોનું સમાવેશ થાય છે. આ સારવાર માટે નિષ્ણાતો ને એન્ડોક્રિનોોલોજિસ્ટ કહેવાય છે . થાઇરોઇડ , ગળા ના મધ્યમાં એક પતન્ગીયા આકારની ગ્રંથી છે , જેના T3, T4 થાઇરોઇડ હોર્મોન્સ તમારા શરીરમાં ઘણી પ્રવૃત્તિઓની સ્પીડ કંટ્રોલ કરે છે. થાઇરોઇડ હોર્મોનની સ્તરને વધારા ને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય છે અને થાઇરોઇડ હોર્મોનની કમીને એ હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હાયપોથાઇરોડિસમ અથવા લીલો કે ભીનો થાયરોઇડ ભારતમાં ઘણી કોમન બીમારી છે અને સ્ત્રીઓ માં વધુ જોવા મળે છે. એંના લક્ષણો માં , સોજો , વજનમાં વધારો , કબજિયાત , સૂકી ચામડી , વાળ ખરવા, અનિયમિત માસિક કે વંધ્યત્વ થઈ શકે છે. આન...