ડાયાબિટીસ અને કિડની રોગ : વિશ્વ કિડની દિવસ પર ચાલો આ ગંભીર જુગલબંધી ને સમજીએ ........
ડાયાબિટીસ અને કિડની રોગ એક ગંભીર જુગલબંધી ... વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડનીના સ્વાસ્થ્યના મહત્વ અને વિશ્વભરમાં કિડની રોગના વધતા વ્યાપ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે . આ વર્ષની થીમ " Kidney Health for All -Preparing for the unexpected, supporting the vulnerable!” છે , જે દરેક દર્દીઓના જીવનની ગુણવત્તા સમાન રીતે સુધારવા માટે , તથા કિડનીની બિમારીની વહેલી તકે નિદાન કરવા અને સંવેદનશીલ લોકોને મદદ કરવાનું મહત્વ બતાવે છે . કિડની રોગના સૌથી સામાન્ય કારણોમાંનું એક ડાયાબિટીસ છે , અને બંને બીમારીઓ નજીકથી સંકળાયેલી છે અને એક ગંભીર જુગલબંધી કરી ડાયાબિટીસ ના દર્દી નુ આયુષ્ય ઘટાડે છે . ડાયાબિટીસ એ એક જટીલ બીમારી છે , જે શરીરની ઇન્સ્યુલિન બનવાની અથવા તેના કામ કરવાની ક્ષમતાને અસર કરે છે , જે લોહીમાં સુગર નુ પ્રમાણ વધી જાય ...