એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?
એનિમલ પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન ?!
વર્ષોથી આ સરખામણી થતી આવી છે.
અત્યાર સુધીનો સુર એવો હતો કે
એનિમલ protein પૂર્ણ છે!! complete છે !!
તેમાં બધા જ
એટલે કે નવે નવ essential એમિનો એસિડ એકી સાથે જ મળી જાય...જ્યારે પ્લાન્ટ પ્રોટીનમાં...બધા
Essential એમિનો એસિડ મેળવવા....એક પ્લાન્ટ પ્રોટીન સોર્સ ને બીજા સાથે ભેગો મેળવીને ઉપયોગ કરવો પડે !! ( જેમ કે...ખીચડી, દાળભાત, ઈડલી સંભાર, ઢોસા સંભાર, એક અનાજ એક કઠોળ )
એટલે
લોકોને નોનવેજ તરફ પ્રેરવામાં આવતા કે પ્રેરાતાં !!
પણ છેલ્લા થોડા વર્ષો ના લેટેસ્ટ સંશોધનો અને સ્ટડી
કંઈક આવું સૂચવે છે.
1). પ્રોટીન નું ઉત્પાદન કુદરતી રીતે તો પ્લાન્ટ જ કરી શકે, એનિમલ તો તેનો ઉપયોગ કરે છે, પ્રોડ્યુસર નથી !! એનિમલ ફક્ત mediator કે વાહક છે, ઉત્પાદક નથી, ઉત્પાદક તો પ્લાન્ટ જ છે.
2). પ્રોટીન તો પ્રોટીન જ છે કે એમિનો એસિડ છે. તે તો એનિમલ પ્રોટીનમાંથી પણ મળે કે પ્લાન્ટમાંથી મળે...ફર્ક શું પડે !! ફર્ક ત્યાં નથી, ફર્ક બીજું સાથે શું શું... પેકેજના રૂપમાં કે ટોળી કે ટીમ કે ગ્રુપ ના રૂપ માં મળે છે....ત્યાં છે... તે નિર્ણાયક છે.
એટલે હવે
રેડ મીટ અને પ્રોસેસ મીટ....ઓછું ખાવાનું સૂચવે છે
અને
પ્લાન્ટ પ્રોટીન પેકેજ જેવા કે... કઠોળ, દાળ, આખું અનાજ, દાણા, બીયા.... વધુ ખાવાનું સૂચવાય છે.
દૂધ, દૂધની વાનગી, માછલી, પોટ્રી અને ઈંડા... અને guidelines માં કશો ફર્ક નથી.
... ..... ....
એનિમલ પ્રોટીનના પેકેજમાં કે ટોળી માં ક્યારેય ફાઇબર ના હોય !!
અને ફાઇબર ના ફાયદા અનેક છે.
પ્લાન્ટ પ્રોટીનના પેકેજમાં તો ફાઇબર સાથે જ હોય.
.....
પ્લાન્ટ પ્રોટીનના પેકેજમાં....પ્રોટીન સિવાયના બીજા બધા પોષક તત્વો સાથે જ હોય અને જેમ જેમ પ્લાન્ટ પ્રોટીનના સોર્સ એકબીજામાં ઉમેરતા જઈ એ, ભેળવતા જઈએ, કોમ્પ્લીમેન્ટ કરતા જઈએ, પૂરક બનાવીને ઉમેરતા જઈએ... તેમ તેમ આખું ગ્રુપ કે પેકેજ કે ટોળી કે ટીમ.... મોટી થતી જાય, પોષકતત્વો ઉમેરાતા જાય...તંદુરસ્તી વધુને વધુ સારી થવાની સંભાવના વધતી જાય.
પ્લાન્ટ પ્રોટીન પેકેજ કે ગૃપથી
ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, બ્રેઇન સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ, હાડકાની તંદુરસ્તી, વજનનું મેન્ટનનસ, ઉમર કરતા વહેલું મૃત્યુ....વગેરેમાં ઘણો ફાયદો થાય છે તેવું અનેક સ્ટડી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડી, અમેરિકન હાર્ટ એસોસિયેશન ના સ્ટડી....પણ કહે છે. ખાસ તો હાર્વર્ડ ની લીંક નો સ્ટડી કરવા જેવો છે.
પ્રોટીન બાબતે....
આ પ્લાન્ટ પ્રોટીન પેકેજ કે પ્લાન્ટ પ્રોટીન ગ્રુપ કે પ્લાન્ટ પ્રોટીન ટોળી....આં શબ્દ કે concept કે આઈડિયા... સમજવો ખાસ કીમતી છે.
એટલે કે બીજા શબ્દોમાં...પ્લાન્ટ પ્રોટીનનું અપૂર્ણ કે incomplete હોવું એ માનવ જાત ની તંદુરસ્તી માટે વરદાન દાયક છે !! <3
Comments
Time is generally the best doctor