COVID ની જંગ જીત્યા બાદ ઘણા પેશન્ટ Mucormycosis ના શીકાર બની રહ્યા છે... જાણો આ બીમારી વિશે A TO Z

મ્યુકોરમાયકોસિસ:નાક-જડબાંનાં હાડકાંને ઉધઈની જેમ કોરી ખાય છે આ રોગ, ગુજરાતમાં ઘણાં સંક્રમિતોની આંખો છીનવી, જાણો આ બીમારી વિશે A TO Z

કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોરમાઇકોસીસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાયે દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. આ સ્થિતિમાં આ બીમારી વિશે જાણવું જરૂરી છે.

મ્યુકોરમાઈકોસિસ શું છે?

મ્યુકોરમાઈકોસીસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ b પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.

આ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે?

કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2થી 4 દિવસ લાગે છે. જો કે, આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છે.

આ બીમારી કેટલી ઘાતક છે?

આ ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે.

કોરોના પછી વધુ ખતરો કેમ?

કોરોના રિકવરી પછી ઈમ્યુનિટી સાવ ઘટી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ આસાનીથી ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ પેશન્ટ તેનો શિકાર શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે કે જે સુગર ખુબજ વધારી દે છે અને ઇમ્યુનીટી ઘટાડે છે .
ડાયાબિટીસના દર્દીએ જો સુગર કાબૂ માં રાખ્યું હોય તો આ બીમારી નું રિસ્ક ખુબજ ઓછું છે.

આ રોગની સારવાર શું છે?

એમ્ફોટેરિસીન-બી ઈન્જેક્શન આ રોગની મુખ્ય સારવાર છે. દર્દીના વજન મુજબ પ્રતિ કિલો 5mg ડ્રગ આપવું પડે છે. જો કે, આ ઈન્જેક્શનની શોર્ટેજને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઈમ્યુલ્ઝન પણ આપતા હોય છે. મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે, ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ડાયાબિટીસ ના નિષ્ણાંત ડોકટરો ( Diabetologist ડો. જિમીત વડગામા ),  ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર લાંબી ચાલતી હોવાથી રૂપિયા 5 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે.

આ બીમારીના લક્ષણો કેવા હોય છે?

આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે.

કોરોના પેશન્ટે રિકવરી બાદ શું ધ્યાનમાં રાખવું?

જો માથામાં અસહ્ય દુખાવો થતો હોય, આંખો લાલ થઈ જાય, આંખમાં બળતરા થાય, આંખમાંથી પાણી પડે કે, આંખનું યોગ્ય મુવમેન્ટ ન થતું હોય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ.
દવાઓ સમયસર લેવી અને સુગર ઝડપથી કંટ્રોલ કરી અને તેને  કન્ટ્રોલ માજ રાખવું.


ડો. જીમીત વડગામા 
ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન સ્પેશિયાલીસ્ટ,

સ્વામીનારાયણ ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન ક્લીનીક, 
517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત 

Best Tips for Diabetes by Dr. Jimit Vadgama, The Best Diabetologist | Diabetes Specialist Doctor in Surat

Dr. Jimit Vadgama
Swaminarayan Diabetes, Thyroid and Hormone Clinic,
517-518, Fifth Floor, Infinity Tower, Beside Ayurvedic College, Lal darwaja - Station Road, Surat
Appointment Number - 9537881438



Comments

raju said…
Dr Praveen Kumar Sharma
Time is generally the best doctor

What Patients say about Dr. Jimit Vadgama, The Best Diabetologist in Surat