ડાયાબિટીસ અને કિડની રોગ : વિશ્વ કિડની દિવસ પર ચાલો આ ગંભીર જુગલબંધી ને સમજીએ ........
ડાયાબિટીસ અને કિડની રોગ
એક ગંભીર જુગલબંધી...
વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડનીના સ્વાસ્થ્યના મહત્વ અને વિશ્વભરમાં કિડની રોગના વધતા વ્યાપ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ "Kidney Health for All -Preparing for the unexpected,
supporting the vulnerable!” છે, જે દરેક દર્દીઓના જીવનની ગુણવત્તા સમાન રીતે સુધારવા માટે , તથા કિડનીની બિમારીની વહેલી તકે નિદાન કરવા અને સંવેદનશીલ લોકોને મદદ કરવાનું મહત્વ બતાવે છે. કિડની રોગના સૌથી સામાન્ય કારણોમાંનું એક ડાયાબિટીસ છે,
અને બંને બીમારીઓ નજીકથી સંકળાયેલી છે અને એક ગંભીર જુગલબંધી કરી ડાયાબિટીસ ના દર્દી નુ આયુષ્ય ઘટાડે છે.
ડાયાબિટીસ એ એક જટીલ બીમારી છે, જે શરીરની ઇન્સ્યુલિન બનવાની અથવા તેના કામ કરવાની ક્ષમતાને અસર કરે છે, જે લોહીમાં સુગર નુ પ્રમાણ વધી જાય છે. સમય જતાં, આ હાઈ બ્લડ સુગર લેવલ કિડનીમાં રક્ત વાહિનીઓ અને ચેતાને નુકસાન પહોંચાડે છે, જે કિડની ધીમે ધીમે ડેમેજ થતી જાય છે. લાંબા
સમય સુધી વધું પડતું સુગર નુ પ્રમાણ અને કંટ્રોલ વગરનું ડાયાબિટીસ એ કિડની રોગનું મુખ્ય કારણ છે, જે અમેરિકામાં તમામ નવા કેસોમાં લગભગ 44% કિડની ફેલ થવાનું કારણ છે.
ડાયાબિટીસ અને કિડનીની બિમારી વચ્ચેની કડી ખાસ કરીને સમજવી જરૂરી છે, કારણ કે કિડનીની બિમારી છેક આગળના સ્ટેજ સુધી ના પહોંચે ત્યાં સુધી દર્દી ને તેના કોઈ પણ લક્ષણ જાણતા નથી અને , તેના પર વારંવાર ધ્યાન આપવામાં આવતું નથી. કિડની ને વધુ નુકસાન અટકાવવા અને કિડનીના કાર્યને જાળવવા માટે તેની વહેલાસર તપાસ અને સારવાર શરૂ કરવી જરૂરી છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA) ની ભલામણ મુજબ તેમના ડોક્ટર દ્વારા નિયમિતપણે તેમની કિડનીની તપાસ કરાવવી જોઈએ. આ તપાસ માં દર વર્ષે લોહીમાં S. Creatinine રિપોર્ટ અને પેશાબ માં પ્રોટીન જવાના રિપોર્ટ (Urine Albumin Creatinine Ratio = UACR) કરાવવા જરૂરી છે. પેશાબ માં પ્રોટીન જવાના રિપોર્ટ પરથી ડાયાબિટીસમાં કિડની ડેમેજ ને પેહલા તબક્કા માં પકડી શકાય . જ્યારે લોહીનો S. Creatinine રિપોર્ટ મોટા ભાગના દર્દી માં છેલ્લે વધે છે, જ્યારે ઓલરેડી મોડુ થઈ ગયું હોય છે.
ડાયાબિટીસમાં કિડની ને બચાવવા શું કરવું જોઈએ ?
કિડનીના રોગને રોકવા માટે ડાયાબિટીસનું અસરકારક રીતે કંટ્રોલ કરવું ખુબજ મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ જો જરૂરી હોય તો આહાર, કસરત અને દવાઓ દ્વારા તેમના શરીર માં સુગર લેવલને કંટ્રોલ માં રાખવું જોઈએ. તેઓએ તેમના બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના પણ રિપોર્ટ કરવા જોઈએ, કારણ કે હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ પણ કિડનીને નુકસાન પહોંચાડે છે. આ સાથે સ્મોકીંગ અને તમાકુ જેવા વ્યસન પણ બંધ કરવા જોઈએ , કિડની ને ડેમેજ કરતી દવાઓ ( જેમકે દુખવાની દવાઓ ) નુ સેવન બંધ કરવું જોઈએ.
જો કિડની રોગનું નિદાન થાય તો શરૂવાતમાં જ તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી તેને વધતું અટકાવી શકાય છે. સારવારના વિકલ્પોમાં બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટેની દવાઓ, જીવનશૈલીમાં ફેરફાર જેમ કે તંદુરસ્ત આહાર અને કસરત અને કેટલાક કિસ્સાઓમાં, ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થઈ શકે છે. કિડની રોગના સ્ટેજ મુજબ ડાયાબિટીસની કેટલીક દવાઓ ( જેમકે મેટફોરમીન વગેરે ) બંધ કરવી પડતી હોય છે. અને બ્લડ સુગર ને નિયંત્રિત કરવા ઘણા કેસ માં ઇન્સ્યુલિન ના ઇન્જેકશન પણ શરૂ કરવા પડતાં હોય છે. દર્દી ને ઇન્સ્યુલિન થી ડરવા ની જરૂર નથી. ઇન્સ્યુલિન તો સૌથી નેચરલ અને સલામત ટ્રીટમેન્ટ છે, જેની કોઈ સઇદ ઇફેક્ટ નથી. આ સમયે ઘણા દર્દી એવી ગેરસમજ હોય છે કે આ ડાયાબિટીસની દવાથી કિડની ખરાબ થઈ છે . પણ ડાયાબિટીસની કોઈ પણ દવા થી કિડની ડેમેજ નથી થતી. બીજી બાજુ ડાયાબિટીસની નવી દવાઓ (SGLT2 Inhibitors જેમકે Dapagliflozin , Canagliflozin ) કિડની ફેઇલ થવાના ચાન્સ 40 % સુધી ઓછા કરે છે અને આ દવાઓ અમેરિકા સહિતના પશ્ચિમી દેશો માં કિડની માટે પોપ્યુલર કે પેહલા નંબર ની ચોઇસ બનતી જાય છે. આ દવાઓ હાલ માં ભારતમાં પણ સસ્તી થવાથી ઘણી પોપ્યુલર બની રહી છે અને દરેક વર્ગના દર્દી તેને વાપરી શકે છે.
વિશ્વ કિડની દિવસ પર, કિડનીના સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ કેળવવી અને લોકોને તેમની કિડનીની નિયમિત તપાસ કરાવવા પ્રોત્સાહિત કરવી જરૂરી છે, ખાસ કરીને જો તેઓને ડાયાબિટીસ હોય. કિડનીના રોગને રોકવા અને તેનું સંચાલન કરવા માટે સાથે મળીને કામ કરીને, અમે ડાયાબિટીસવાળા લોકોને સારી રીતે જીવવામાં અને કિડનીના રોગની ગૂંચવણોને ટાળવામાં મદદ કરી શકીએ છીએ.
ડો. જીમીત વડગામા
ડાયાબિટીસ અને થાઈરૉઈડ સ્પેશિયાલીસ્ટ,
સ્વામીનારાયણ ડાયાબિટીસ, થાઈરૉઈડ અને હોર્મોન ક્લીનીક,
517- 518, ઇન્ફીનીટી ટાવર, લાલ દરવાજા, સુરત
M-9537881438
| Dr. Jimit Vadgama | Best Thyroid Doctor in Surat | Best Endocrinologist in Surat| Thyroid Specialist in Surat
M-9537881438
Comments
Time is generally the best doctor